Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

તાપી : એલ.એચ.ભકત સાર્વજનિક હાઈસ્કૂલ ઘાટા ખાતે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

*એલ.એચ.ભકત સાર્વજનિક હાઈસ્કૂલ ઘાટા ખાતે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો*

તાપી જિલ્લા SVS-I નું ૧૬મું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૪-૨૫નો કાર્યક્રમ વ્યારા તાલુકાના એલ.એચ.ભકત સાર્વજનિક હાઈસ્કૂલ ઘાટા ખાતે યોજાયો હતો.
કાર્યક્રમના ઉદઘાટક તરીકે શ્રી ગોવિંદભાઈ ગાંગોડા હાજર રહ્યા. સંસ્થાના પ્રમુખશ્રી ઉમેશભાઈ પી. ગામીત, મંત્રીશ્રી હરિકૃષ્ણ એન.ભકત તથા SVS-1 કન્વીનરશ્રી આશિષભાઈ શાહ, આચાર્યશ્રી સંતોષકુમાર સી.વસાવા તેમજ શિક્ષકગણની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો.

આ પ્રદર્શન કાર્યક્રમમાં કુલ ૭૧ શાળાઓ દ્વારા કુલ-૧૦૩ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં માધ્યમિક વિભાગ માંથી ૮૮ કૃતિઓ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૧૫ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. દરેક વિભાગમાંથી એક-એક શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થઈ હતી.કુલ-૦૫ કૃતિઓને શ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર કરવામાં આવી હતી.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement