Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ગાંધીનગર:ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૃ ઝડપાયો….

ભાવિક શાહ (બ્યુરો ગાંધીનગર )

ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૃ ઝડપાયો…..?

ગાંધી ના ગુજરાતમાં દારૃબંધીની પોલ ખુલીઃચાર મહાનગરોમાંથી કુલ ૨ કરોડ, ૬૦ લાખથી વધુનો દારૃ પકડાયો છે, જેમાં સૌથી વધુ દારૃ વડોદરા શહેરમાંથી ઝડપાયો જયારે જુગારમાં સુરત શહેર માં 12 કેસ થયા

અમદાવાદ, : સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની 33 જિલ્લા અને શહેરમાં સ્થાનિક પોલીસની મિલીભગત, આંખ મીચાણણા કે જાણ બહાર ચાલતા દારૃના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેર મુદ્દે વિવિઘ જગ્યા પર દરોડા પાડવામં આવે છે, અને કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૃ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધવામાં આવ્યા છે. ચોંકવનારી વાત તો એ છે કે સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાંથી સૌથી વધુ ૧.૪૭ કરોડ રૃપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૃ જપ્ત કરાયો હતો. જેને લઈને વડોદરા પોલીસ દારૃ પકડવામાં નિષ્ક્રિય રહેતી હોય કે પછી તેની અનદેખી કરતી હોય તેવું ફલિત થાય છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૬૧ લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં ૯૦ લાખનો વિદેશી દારૃ જપ્ત કરાયો હતો. સુરત શહેરમાં 28 કેસકરવમાં આવ્યા 20 કેસ 51 લાખનો દારૂ પકડ્યો જયારે રાજ્યના વિવિધ રેંજની વાત કરીએ સુરત રેંજમાં સૌથી વધારે ૩.૯૨ કરોડ રૃપિયાનો દારૃ જપ્ત કરાયો હતો. આ સાથે વર્ષ દરમિયાન ૨૨.૫૨ કરોડ રૃપિયાનો વિદેશી દારૃ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં રેલવે માં અમદાવાદ 2 કેસ 1 ગણનાપાત્ર જેમાં 1.77 જયારે વડોદરામાં રેલવેમાં 4 કેસ 3 ગણનાપાત્ર ,મળી ને 4.39 લાખનો દારૂ પકડ્યો હતો .જયારે જુગારમાં 79 કેસ જેમાં ગણનાપાત્ર કેસ 76 કાર્ય હતા જેમાં 80 લાખનો રોકડા અને મુદ્દામાલ મળી ને 369 કરોડ પકડ્યો હતો શહેર ની વાત કરીએ એ તો સુરત શહેરમાં 12 કેસ જેમાં 11 ગણનાપાત્ર મળી ને 11.97 લાખ ને મુદ્દુમાલ મળીને 34.25 લાખ નો પકડ્યો હતો ,સુરત રેન્જ માં 6 કેસ 1/72 લાખનો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી હોવાથી રાજ્યમાં આવેલા 33 જિલ્લા અને શહેરમાં તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને એસએમસીના દરોડાથી સસ્પેન્ડ થવાનો ડર સતત રહેતો હોય છે…..?. વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યના 33 વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કરવામાં આવેલી પ્રોહિબીશનની કામગીરીના ચોંકાવનારા આકડા સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન એસએમસીએ ૪૫૫ કેસ પૈકી ૩૪૭ જેટલા ક્વોલીટી કેસ નોંધીને ૨૨.૫૨ કરોડ રૃપિયાની કિંમતના વિદેશી દારૃ સહિત કુલ ૫૨ કરોડ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ કમિશનરેટની હદમાં દરોડાની વાત કરીએ તો અમદાવાદમાં ૬૧ લાખ, વડોદરામાં ૧.૪૭ કરોડ, સુરતમાં ૫૧ લાખ અને શહેરમાં માત્ર ૪૮ હજાર રૃપિયાનો જ દારૃ જપ્ત કરાયો હતો. જ્યારે વિવિધ રેંજ પૈકી સુરત રેંજમાં સૌથી વધારે ૩.૯૨ કરોડ રૃપિયાનો દારૃ, અમદાવાદ રેંજમાં ૧.૪૫ કરોડ રૃપિયાનો દારૃ, ગાંધીનગર રેંજમાં ૨.૮૮ કરોડ રૃપિયાનો દારૃ, વડોદરા રેંજમાં ૨.૪૬ કરોડ રૃપિયાનો દારૃ, ગોંધરા રેંજમાં ૧.૯૩ કરોડ રૃપિયાનો દારૃ, રાજકોટ રેંજમાં ૩.૬૪ કરોડ રૃપિયાનો વિદેશી દારૃ, બોર્ડર રેંજમાં ૨.૫ કરોડ રૃપિયાનો અને ભાવનગર રેંજમાં ૧.૩૫ કરોડ રૃપિયાનો દારૃ દરોડાની કામગીરી દરમિયાન જપ્ત કરાયો હતો. સૌથી ઓછો રૃપિયા ૧૨.૫૯ લાખનો દારૃ જૂનાગઢ રેંજ અને રેલવે પોલીસની હદમાંથી ૬.૭૧ લાખ રૃપિયાનો દારૃ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન પ્રોહીબીશન, સટ્ટા બેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ૯૨ જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી ૭૬ આરોપીઓ અને અન્ય રાજ્યોમાંથી ૧૬ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા હતા.રાજ્યના ડીજીપી વિકાસ સહાય ના માર્ગદર્શન હેઠળ કાર્યરતઃ એસએમસીના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસી કે ટી કામરિયાએ ગાંધીનગરથી સમગ્ર રાજ્યમાં પોતાના બાતમીદારોના નેટવર્કને આધારે કરવમાં આવેલી પ્રોહિબીશનની કામગીરીને કારણે અનેક પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારી ઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં પીઆઇ 5 અને પીએસઆઇ 15 સહીત 65 પોલીસ કર્મચારી ઓ એ દારૂ હોય કે સટ્ટા બેટીંગ કરતા ગુનેગારને અન્ય રાજ્ય માં હોય કે વિદેશ હોય તેને પકડીને જેલ ભેગા કર્યા હતા ડી વાય એસપી કે ટી કામરિયાં ની છબી લઈને રાજ્યમાં ગેરકાયેદસર વેપલા કરતા ગુનેગાર ને પોલીસ નો ડર બતાવ્યો હતો .તેમી તપાસ દરમિયાન પોલીસ અધીકારી હોય કે કર્મચારી પર પગલાં ભરતાં અચકાતા નહિ હતા જે સત્ય હોય તે રિપોર્ટ રાજ્યના ડી જી પી સોંપતા હતા જેના લઈને ડીજીપી ધ્વરા પોલીસ અધીકારી હોય કે કર્મચારી ને સસ્પેન્ડ કે તાત્કાલિક અસર થી જિલ્લા કે શહેર બહાર બદલી કરવાનો આદેશ આપવ્યો હતો જેમાં દુબઇ થી સટ્ટા બેટીંગ ની માસ્ટર માઈન્ડ દિપક ઠક્કર ને સ્ટેટ મોનિટરિંગ સેલે ના કે ટી કામરિયાં નેતુત્વ હેઠળ લાવમાં આવ્યો હતો તેમજ શેરબઝાર કે કોલ સેન્ટર ,કોલસા ,ડીઝલ ,કેમિકલ ચોરી પકડાયેલા કે રાજેસ્થાન થી વિદેશી દારૂ નો વેપલો કરતા ગુજરાત બુટલેગર અને અન્ય રાજ્યના બુટલેગર મળી ને 92 ગુનેગાર પકડી પાડી ને રાજ્ય વિવિઘ જેલ ભેગા કર્યા હતા આજે પણ કેટલા ગુનેગારને જામીન પણ વિવિઘ કોર્ટ માંથી મળ્યા નથી ….તે સ્ટેટ મોનિટરિંગ સેલ ટિમ ની કામિયાબી છે ……

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement