Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ગાંધીનગર :ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પદભાર સંભાળતા  પંકજ જોષી…

ભાવિક શાહ (બ્યુરો ગાંધીનગર )

*ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પદભાર સંભાળતા  પંકજ જોષી*
****
*“વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ની દિશામાં કામ કરવું તે અમારી પ્રાથમિકતા રહેશે-મુખ્ય સચિવ  પંકજ જોષી*
********
*વય નિવૃત થતાં મુખ્ય સચિવ  રાજકુમારને ભાવભરી વિદાય આપતાં વરિષ્ઠ સનદી અધિકારીઓ*
*******
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયેલા વરિષ્ઠ સનદી અધિકારી પંકજ જોષીએ આજે ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો.

રાજ્યના મુખ્ય સચિવ  રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ મુખ્ય સચિવ  તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ  જોષીને નિવૃત થઈ રહેલા મુખ્ય સચિવ  રાજકુમારે નવીન જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્ય સચિવ  જોષીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્‍ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જીન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્યનો અગ્રીમ વિકાસ થયો છે, અને આવનારા સમયમાં પણ ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.

ભારત સરકાર અને ગુજરાત સરકારનું એક જ વિઝન રહ્યું છે, ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા અનેક પ્રયત્નો કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોકયુમેન્ટ બે થીમ પર આધારિત છે, અર્નીગ વેલ અને લીવિંગ વેલ આ બંને થીમને ધ્યાને રાખીને રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

આ સાથે વય નિવૃત્ત થતાં ગુજરાતના મુખ્ય સચિવ  રાજકુમારને રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના વડા- અધિકારીઓએ ભાવભરી વિદાય આપીને સુખમય અને સ્વસ્થ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ અધિક મુખ્ય સચિવ  કમલ દયાણી, મુખ્યમંત્રીઓ અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ  જયંતી રવિ, અધિક મુખ્ય સચિવ  જે.પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ  એસ.જે. હૈદર સહિત વિવિધ સનદી અધિકારીઓ  રાજકુમાર સાથે તેમણે કરેલા કાર્યોના સ્મરણ યાદ કરીને તેમની વહિવટી કુશળતાને બિરદાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તરપ્રદેશના વતની  પંકજ જોષી વર્ષ ૧૯૮૯માં ગુજરાત કેડરમાં ભારતીય સનદી અધિકારી તરીકે જોડાયા હતા.  જોષીએ સિવિલ ઈજનેરીમાં બી.ટેક. તેમજ જળ ક્ષેત્રે એમ. ટેક.નો અભ્યાસ કર્યો છે.
તેઓએ ગુજરાતમાં પ્રાંત અધિકારીથી શરૂ કરીને સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં સફળતાપૂર્વક ફરજ બજાવીને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે અને હવે ગુજરાતના મુખ્ય સચિવશ્રી તરીકે મહત્વની જવાબદારી સંભાળી છે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement