Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત :જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં પ્રી-મોન્સૂનની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી*

ભાવિક શાહ (સુરત બ્યુરો )

*જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં પ્રી-મોન્સૂનની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી*
—–
*ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજન અંગે માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર*
——

કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ ચોમાસા દરમિયાન રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા, શહેરના જે વોર્ડમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉદ્દભવે છે ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, ચોમાસામાં દુર્ઘટનાઓ ન બને તે શુભ સંકેત છે, પરંતુ કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓ બને ત્યારે તેનો મક્કમપણે સામનો કરવો જરૂરી છે જેથી પૂર્વ તૈયારીઓ જરૂરી હોવાનો મત વ્યક્ત કરી સૌને વિભાગવાર આગોતરૂ આયોજન કરવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા મોટા હોર્ડિંગ્સ વરસાદના લીધે પડે નહીં અને જો પડે તેમ હોય તો ઉતારવાની વ્યવસ્થા, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનોની સર્વે યાદી, ફાયર અને શોધ બચાવના સંસાધનો ચકાસવા, જિલ્લામાં આવેલા ડેમનું પ્રી- મોનસુન ઈન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને રસ્તાઓ ક્લિયર કરવા, સુવાલી બીચ, ડુમસ, ડભારી બીચ પર ચોમાસામાં ઈન્સ્પેકશન અને મોનિટરીંગ, દુર્ઘટના રિપોર્ટ સબમિટ કરવા, ગામડાઓમા આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વીજળી, દવા સહિતની સુવિધાઓ અંગે તેમજ ખાસ કરીને વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી જાય છે ત્યારે રેસ્ક્યુ માટે સજ્જ બનવા, તબીબી અને પેરામેડિકલ સ્ટાફ, કેટલાક રસ્તા, નાળાઓ, નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરવા અંગે પણ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં પણ ઈમર્જન્સી સહિતની સેવાઓ, દવાનો જથ્થો, કંટ્રોલરૂમ સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. અતિવૃષ્ટિ કે વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરવા, ગુજરાત ગેસ અને DGVCL, ટોરેન્ટ પાવર દ્વારા ગેસ, વીજળીનો પૂરવઠો પૂરો પાડવામાં વિક્ષેપ ન પડે તેમજ હજીરા નોટિફાઈડ એરિયા માટે નવો અલગ ડિઝાસ્ટર પ્લાન બનાવવા જણાવ્યું હતું. તમામ તાલુકા તથા શહેરના નોડલ અધિકારીઓની નિયુકત કરવામાં આવ્યા હતા.
કલેકટરશ્રીએ ખાસ કરીને નેશનલ હાઈવેના અધિકારીઓને આગામી ચોમાસા પૂર્વ ગત વર્ષની જેમ પાણી ભરાવાના બનાવો ન બને તે માટે આગોતરી કામગીરી કરવા જણાવ્યું હતું.
જિલ્લા ડિઝાસ્ટર કક્ષના અધિકારીશ્રી સાજીદભાઈએ વિગતો આપતા કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષો દરમિયાન સરેરાશ ૧૫૯૮ એમ.એમ. વરસાદ વરસ્યો છે. ૨૦૨૪ના વર્ષ દરમિયાન ૨૧૯૯ એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે પણ હવામાન ખાતા દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી હોય તૈયારીઓના તમામ પગલાઓ લેવા અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત પુર, ભારે વરસાદ, વાવાઝોડના સંજોગોમાં તકેદારીના તમામ પગલાઓ લઈ, લોકોનું સમયસર સ્થળાંતર થાય જેથી દુર્ધટનાઓ નિવારી શકાય તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું. બંધ પડેલા બોરવેલ/ટુબવેલમાં બાળકોના પડી જવાના કારણે થતા અકસ્માતો નિવારવા માટેના પગલાઓ લેવા બાબતે ચર્ચા થઈ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તા.વિકાસ અધિકારીઓ તેમજ ડિઝાસ્ટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement