
બારડોલી


નીત નવી ટેકનોલોજીથી સજ્જ થવા માટેનો કેનન કંપનીના તજજ્ઞોએ એક વર્કશોપ તાજપોર કોલેજ ખાતે વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી દ્વારા યોજાયો હતો.
વિડીઓગ્રાફી, ફોટોગ્રાફી અને એડીટીંગના વ્યવસાયમાં કાર્યરત્ લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે આઠ વર્ષ પૂર્વે વિડિયોગ્રાફર, એન્ડ ફોટોગ્રાફર અસોસિએશન બારડોલીની સ્થાપના થઈ હતી. આ આઠ વર્ષોમાં સૌના સહયોગથી જે પ્રવૃત્તિઓ થઈ શકી છે તેમાં પ્રથમ વખત વિશ્વની ટોચની કંપની કેનન દ્વારા
સિનેમેટોગ્રાફી અને વેડિંગ બિઝનેસમાં
ટોપીક ઉપર વર્કશોપ સેમીનારનું આયોજન FETR ઓડિટોરિયમ, તાજપોર ખાતે વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનાર કરવા પાછળનો મુખ્ય હેતુ ગામડામાં રહીને ફોટોગ્રાફી નાં વ્યવસાયમાં નીતનવી ટેકનોલોજી અને ધંધાની હરીફાઈમાં સારું કામ કરી શકે તે માટે યોજવામાં આવ્યો હતો જેમાં સવારના સેશનમાં કેનન કંપનીના ટેકનોલોજી ના એક્સપર્ટ, ભુપત જેબલિયાએ માહિતગાર કર્યા અને ચાલુ પોગ્રમમાં પડતી તકલીફોની પૂછતા કરી સંતોષ કારક ઉત્તરો મેળવ્યા હતા, જ્યારે લંચ પછી બીજા સેશનમાં કેનન કંપનીના મેન્ટર ધ્રુવિન જૈન, દ્વારા મીરરલેસ કેમેરા, વેડિંગ સિનેમેટોગ્રાફી અને વેડિંગ બિઝનેસની પ્રેકટીકલ સમજ, મોડેલ સાથે વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતી વખતે લાઇટિંગનું મહત્વ, ફોટોગ્રાફી ના મુખ્ય નિયમો, ટાઈપ ઓફ ફોટોગ્રાફી, અપારચર, આઇ.એસ. ઓ., સટર સ્પીડ નું નોલેજ, આર્તિફિશિયલ, ઇન્ટેલિજન્સ ઈન ફોટોગ્રાફિ. જેવા વિષયો પર
સમજ આપી હતી.
આ કાર્યક્રમ નો 100 થી પણ વધુ લોકોએ લાભ લીધો હતો. જેનો સીધો ફાયદો આગામી નવરાત્રી બાદ શરૂ થનારી નવી સીઝનમાં ફોટોગ્રાફી કળાનો વિશેષ લાભ મળી શકશે..
રિપોર્ટ રમેશ ખંભાતી બારડોલી
