
બારડોલીના પ્રજાપતિ સમાજની વાડી ખાતે દક્ષિણ ગુજરાતના બ્યુટીશિયન સેમિનાર અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યો હતું.


સુરત જિલ્લા ના ગામડાઓની મહિલાઓ આગળ વધી બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ આગળ વધારે અને પોતાના વ્યવસાય માં પ્રગતિના પંથે આગળ વધે તે આશય સાથે આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદી અને મેકઅપની સ્પર્ધામાં કુલ 47 જેટલી મહિલાઓઆએ ભાગ લીધો હતો. યોજાયેલ કાર્યક્રમમાં તમામ બ્યુટીશિયનને ટ્રોફી આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. મહેંદી સ્પર્ધામાં ચૌધરી પીનલ અને પટેલ નીતિન જ્યારે મેકઅપ સ્પર્ધામાં નેહા કંસારીયા અને હર્ષિદાબેન નિર્ણાયક તરીકે હાજર રહી તમામ બ્યુટીશનોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. તહેવારો ના સમય માં કઈ રીતે મેકઅપ કરી શકાય , કેવો મેકઅપ કરવો જોઈએ એ તમામ માહિતી આ સેમિનાર માં આપવામાં આવી હતી.
