Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

તાપી : મહિલા કિસાન દિવસની ઉજવણી-તાપી જિલ્લો મહિલા કિસાન દિવસની ઉજવણી નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારા ખાતે મહિલા શિબિર યોજાયુંમહિલાઓને કૃષિલક્ષી વ્યવસાયો થકી વધુ આવક મેળવવા હાંકલ કરતા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિનગર્ગ

*મહિલા કિસાન દિવસની ઉજવણી-તાપી જિલ્લો

*મહિલા કિસાન દિવસની ઉજવણી નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારા ખાતે મહિલા શિબિર યોજાયું

*મહિલાઓને કૃષિલક્ષી વ્યવસાયો થકી વધુ આવક મેળવવા હાંકલ કરતા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિનગર્ગ

           કષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ”મહિલા કિસાન દિવસની ઉજવણી” અંતર્ગત મહિલા શિબિર યોજાયો હતો. જેમાં વિવિધ તાલુકાની કુલ ૯૦ થી વધુ આદિવાસી ખેડૂત મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગે ગ્રામિણ મહિલાઓને મહિલા કિસાન દિવસની શુભેચ્છાઓ પાઠવી પ્રગતિશીલ મહિલાઓનું સન્માન કર્યું હતું.

. કલેકટરશ્રીએ કૃષિક્ષેત્રે મહિલાઓને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અપનાવી પોતાની આવક વધારવા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.તેમજ મહિલાઓને કૃષિલક્ષી વ્યવસાયો થકી વધુ આવક મેળવવા હાંકલ કરી હતી.વધુમાં વધુ મહિલાઓ બજાર વ્યસ્થાપન અને મુલ્ય વર્ધન સાથે સંકળાય તે માટે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. સી. ડી. પંડયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી એ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં તેમણે મહિલાઓનો કૃષિક્ષેત્રે ફાળો તથા ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણના કેવિકે-તાપીના વિસ્તરણ કાર્યો વિશે ખેડૂત મહિલાઓને અવગત કર્યા હતાં.

શ્રી ચેતન ગરાસિયા, જિલ્લા ખેતી અધિકારી, તાપી દ્વારા સરકારશ્રીની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃતમાં સમજ આપી હતી. શ્રી એ. કે. પટેલ પ્રોજેક્ટ ડાયરેકટર, આત્મા પ્રોજેક્ટ, તાપી દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી આપી હતી. શ્રી તુષાર ગામીત, નાયબ બાગાયત નિયામક, જિ. તાપી દ્વારા સરકારશ્રીની બાગાયતલક્ષી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક(ગૃહવિજ્ઞાન), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ન.કૃ.યુ., વ્યારા દ્વારા મહિલાઓનું કૃષિ વિકાસમાં યોગદાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમાં તેમણે કૃષિલક્ષી વ્યવસાયો વિશે માહિતી આપી મહિલાઓને કેવિકે થકી આપવામાં આવતી તાલીમો વિશે અવગત કર્યા હતા.

આ કાર્યક્રમમા સફળ અને પ્રગતિશીલ મહિલાઓ શ્રીમતી ઇન્દુબેન રમણભાઈ ગામીત (કપુરા), અંજનાબેન રમણભાઇ ગામીત (નાની ચિખલી), સોનલબેન સંજયભાઇ ગામીત (ડોલારા), ઇન્દુબેન આનંદભાઈ ચૌધરી (જામલીયા), સુનિતાબેન રમેશભાઇ ગામીત (ચિખલદા) ઓનું ઉપસ્થિત મહાનુભવો દ્વારા પુષ્પગુચ્છ, પ્રમાણપત્ર, ડ્રેગનફૂટના છોડ અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) અને આભારવિધી કૃષિ વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. વિપિન ગર્ગ સહીત અધિકારીશ્રીઓ અને મહિલા ખેડૂતોએ કેવીકે સહીતના જુદા જુદા નિદર્શન એકમોની અને કિચન ગાર્ડનની મુલાકાત લીધી હતી.ટ્રેનિંગ આસિસ્ટન્ટ નીરવ મકાણી દ્વારા સમગ્ર નિદર્શન એકમો અને કિચન ગાર્ડન વિશે સૌને માહિતગાર કર્યા હતા.અંતમાં મહિલાઓ દ્વારા આદિવાસી સાંકૃતિક નૃત્ય કરી ઉજવણી કાર્યક્રમને પુર્ણ કરવામાં આવ્યો હતો.

000

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement