
ભાવિક શાહ (સુરત બ્યુરો )


દિવાળી તહેવાર પહેલા જ હથિયારના જથ્થા સાથે જીતુ રાઠોડ ને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
આગામી દિવાળી તહેવાર નિમિત્તે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ક્રાઈમ બ્રાન્ચને કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં માથાભારે જીતુ રાઠોડ ને બે રિવોલર એક તમંચો અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે જીતુ ઉફે બિરલા વિરુદ્ધ શહેરના છ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે
સુરત શહેરમાં આગામી તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ ગુનેગાર દ્વારા કોઈ ગુનાને અંજામ નહીં આપે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિશેષ દિવાળી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને શહેરમાં બે રિવોલ્વર એક તમંચો છ જીવતા કરતો સાથે માથે ભારે જીતુ ઉપર જીતુ બિલ્લો આલજીભાઈ રાઠોડ ફરી રહ્યો છે એવી બાતમી મળી હતી જેના આધારે નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજીયા અને પીઆઇ કિરણ મોદી ના નેતૃત્વમાં એક ટીમે ઉપરોક્ત બાતમીના આધારે જીતુ રાઠોડ ઝડપી પાડ્યો હતો તેની તલાસી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે રિવોલ્વર અને એક તમંચો તેમજ છ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આપ બનાવ સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચ યુવાન વિરુદ્ધ આર્મ એકટ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જીતુ રાઠોડ વિરુદ્ધ અથવા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે અને ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ સંદર્ભે સત્તાવાર માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવશે
