
માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી, બોધન,તા.માંડવી જી. સુરત.ના ખેડૂતો આંદોલન મૂડમાં
માંડવી ખાંડ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી (માંડવી સુગર) તત્કાલીન હોદેદારોની ખોટી નીતિથી ખુબ જ લાંબા સમયથી ફડચામાં જતાં માંડવી સુગર ના લગભગ પચાસ હજાર સભાસદોના કરોડો રૂપીયા અટવાયા હતા.જે અંગે ખુબ જ લાંબા સમયની સભાસદો ની લડત બાદ પણ આશરે અઢીસો કરોડ રૂપિયાની કીંમત ની સુગર માત્ર ત્રીસ કરોડ રૂપિયા ની નજીવી કિંમતે મહારાષ્ટ્ર ની જુંનાર સુગર લિમિટેડ ખાનગી સુગરને વેચાણે આપી દેતા, માંડવી સુગર ના સભાસદોને રાતા આંસુએ રડવાનો વારો આવ્યો આ અંગે માંડવી સુગર વતી લડત આપવા માટે ઉશ્કેર ના સંદીપકુમાર શર્મા ની આગેવાની હેઠળ લડત આપવાં માટે આજરોજ માંડવી સુગર, બોધાન ખાતે ઉપસ્થિત રહી સભાસદોના શેરના સત્યાવીસ કરોડ રૂપિયા, ખેડૂતોની શેરડીના રૂપિયા તથા સરકાર શ્રીના વીસ કરોડ જેવી મતબાર રકમ મેળવ્યા વગર ઉતાવળે આ સુગરને ખાનગી સુગરને વેચી દેતા આગમી દિવસોમાં સરકાર નું ઘ્યાન દેરવા મોટે આંદોલન કરવના મૂડમાં દેખાઇ રહ્યાં છે.


