Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત એન્ટિ નાર્કોટિક્સ યુનિટ પાસે 15 લાખનું વિશેષ ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર; 60 સેકન્ડમાં જ ડ્રગ્સ લેનાર ઝડપાશે….?

ભાવિક શાહ (સુરત બ્યુરો )

સુરત એન્ટિ નાર્કોટિક્સ યુનિટ પાસે 15 લાખનું વિશેષ ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર; 60 સેકન્ડમાં જ ડ્રગ્સ લેનાર ઝડપાશે….?

સુરત એન્ટિ નાર્કોટિક્સ યુનિટ હવે લાળની મદદથી સ્થળે જ ટેસ્ટિંગ થશે

સુરતના યુવા પેઢી ડ્રગ્સ રવાડે ચડી ગયા હતા તેને અટકાવ માટે જે પ્રયાસ ભૂતપૂર્વ સુરત પોલીસ કમિશનર અજય તોમર એ ભગીરથ કાર્ય કર્યું ” નો ડ્રગ્સ ઈન સિટી ” અભિયાન આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ તે દિશા અળગ વધાર્યું હતું ….

સુરત શહેરમાં રોજેરોજ વધતા ડ્રગ્સના કેસો અને યુવા પેઢી પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ મશીનઆપમાં આવ્યું છે . આ મશીનની ખાસિયત એવી છે કે, કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીઘું હોય તે માત્ર 60 સેકન્ડમાં જ જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધુ છે. સુરત શહેર માં લેવાતા ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ એક મોટી ચેતવણી છે. ગુજરાત રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સુરત એન્ટિ નાર્કોટિક્સ યુનિટ પાસે છે, જેને ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર (Drugs Detection Analyzer) કહેવામાં આવે છે.

કોઈ વ્યક્તિ ની લાળથી માત્ર 1 મિનિટમાં જ ડ્રગ એડિક્ટ ઝડપાઈ જશે….?

સુરતના એન્ટી નાર્કોટિક્સ યુનિટ પાસે ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર મશીન છે, જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. આ એક પ્રકારનું મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. પોલીસને કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધાનો સેવન કરેલું હોય તો મશીન સાથેની કિટમાં સલાઈવા લેવાનું સાધન છે તે સાધનનો ઉપયોગ કરીને તે વ્યક્તિના મોંમાંથી લાળનું સેમ્પલ લેવામાં આવે છે.અને આ સેમ્પલ મશીનમાં નાખ્યા પછી માત્ર 60 સેકન્ડમાં ખબર પડી જાય છે કે તે વ્યક્તિએ ડ્રગ્સ લીધુ છે કે નહીં…..?

સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત.

રિહેબિલિટેટીવ કરવા માટે પ્રોગ્રામ હાથ ધરાશેઃ DCP

એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માં સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવતું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ છે. અહીં NDPSના કેસો હેન્ડલ કરવામાં આવશે. NGO તથા વિવિધ સંસ્થાઓ સાથે મળીને ડ્રગ્સના આદત ઘરાવતા લોકોને રિહેબિલિટેટીવ કરવા માટે ખાસ પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે. આ યુનિટનો મુખ્ય ઉદ્દેશ શહેરના યુવા વર્ગ ને ડ્રગ્સના આદત ઘરાવતા રહેલા લોકોને આ આદત છોડી શકવામાં મદદ કરવાનો છે અને તેમાટે અલગ અલગ ડોકટરઓની ટિમ મદદ માટે આવી છે કેવા ડ્રગ્સના આદત ઘરાવે છે તે વ્યક્તિ ના તેના આધારે પરિવાર પણ પુછપરછ કાર્ય બાદ ટ્રીટમેન્ટ આપવમાં આવશે…?

સુરતમાં આગામી ‘ક્રિસમસ અને ન્યૂ યરની ડ્રગ્સ-રેવ પાર્ટી પર રેડ પાડવા તૌયાર ……?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર અમે માનવ સર્વેલન્સ, ડ્રોન અને આ ખાસ ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર મશીનની મદદથી તે જગ્યાઓ પર રેડ પાડવામાં આવશે ,અને જ્યાં ડ્રગ્સ પાર્ટી કે રેવ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળશે. તો આ મશીન મૂવેબલ છે, એટલે તે મશીન પણ લઈ જઈ શકાય છે અને તરત જ કોઈ પણ વ્યક્તિની તપાસ કરી શકાય છે. માત્ર 60 સેકન્ડમાં આ મશીન જણાવી દે છે કે કોણે ડ્રગ્સ લીધું છે.કે નહિ પહેલાના સમયમાં લોહીના સેમ્પલ લઈને રિપોર્ટ માટે 7 દિવસ જેટલો સમય લાગતો હતો, પરંતુ હવે આ મશીનથી એક સાથે ઘણી વ્યક્તિઓના ટેસ્ટ તાત્કાલિક કરી શકાય છે….? આ મશીનની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે અને આગામી સમયમાં આવી વધુ મશીનો મંગાવવામાં આવશે….?
સુરતના યુવા પેઢી ડ્રગ્સ રવાડે ચડી ગયા હતા તેને અટકાવ માટે જે પ્રયાસ ભૂતપૂર્વ સુરત પોલીસ કમિશનર અજય તોમર એ ભગીરથ કાર્ય કર્યું હતું સુરતમાં થી કરોડો રૂપિયા નું ડ્રગ્સ પકડું હતું ” નો ડ્રગ્સ ઈન સિટી ” અભિયાન આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ તે દિશા અળગ વધાર્યું હતું અને યુવા વર્ગ ડ્રગ્સ રવાડે ચડી ગયા હોય તેવા લોકોને પાછા સમાજના મુખ્ય ઘારા આવે…..? જેથી ભારતના યુવા વર્ગ ને ડ્રગ્સ રવાડે ચડી ગયા તેના અટકાવ માટે અલગ અલગ પ્રોગામ પોલીસે સ્કૂલ અને ક્રોંલેજ અને સામાજિક પંસગ પણ કરી રહ્યં છે તેના કારણે ઘણી કામિયાબી સુરત પોલીસ મળી છે અને તેના કારણે દેશભરમાં સુરત પોલીસ ડ્રગ્સ પકડવા મોરખે રહ્ય છે

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement