
ધી બારડોલી નાગરિક સહકારી બેન્ક દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી કરાઈ રહી છે. આવતીકાલે સુવર્ણ જયંતિ ના ઉપલક્ષ માં એક પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું. જેમાં સુવર્ણ જયંતિ ના વિવિધ કાર્યક્રમો નો ચિતાર આપવામાં આવ્યો હતો.


સહકાર ની ભાવના સાથે સુરત જિલ્લા માં અને બારડોલી માં અગ્રણી સંસ્થા ધી નાગરિક સહકારી બેન્ક ગણાય છે. પહેલા જૂનું મકાન હતું અને ત્યાર બાદ સને 1993 માં સંસ્થા ના બારડોલી સ્થિત મકાન નું ઉદ્ઘાટન કરાયું હતું. બેન્ક ને હાલ 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ વર્ષ અને મહોત્સવ આયોજન થઈ રહ્યું છે. બારડોલી નાગરિક બેન્ક ના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિતે આઈ કેમ્પ , રક્તદાન કેમ્પ , સહકારીતા સંમેલન , વિવિધ સમાજો ને સાથે રાખી શેરી ગરબા સહિત ના 12 જેટલા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં છે.
12 તારીખ એ યોજાનાર જ્ઞાનવત્સલ સ્વામી ના પ્રવચન કાર્યક્રમ માં પણ બેન્ક સહભાગી બની છે. બેન્ક નું સુવર્ણ જયંતિ હોય તમામ સભાસદો ને 750 રૂ . ની કુપન પણ આપવામાં આવનાર છે. ધી બારડોલી નાગરિક સહકારી બેન્ક સાથે 18 હજાર જેટલા સભાસદો પણ જોડાયેલા છે.
