Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

તાપી :*રૂ. ૨૧ કરોડથી વધુના ખર્ચે માર્ગોના નવીનીકરણ તથા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતાં મંત્રી હળપતિ

*રૂ. ૨૧ કરોડથી વધુના ખર્ચે માર્ગોના નવીનીકરણ તથા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતાં મંત્રી હળપતિ*


*રાજ્ય સરકારે આદિજાતિ ઉત્કર્ષ માટે હરહંમેશ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે – આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી  કુંવરજીભાઈ હળપતિ

*ઉકાઈ-શેરૂલ્લા અને માંડવી-ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને જનતાને ભેટ આપતા રાજ્યમંત્રી હળપતિ*

*આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ૪૩૭૪ કરોડનું બજેટ ફાળવવા બદલ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા મંત્રી હળપતિ*

આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી  કુંવરજીભાઈ હળપતિએ આજરોજ સોનગઢ તાલુકાના પીપળ ગામ ખાતેથી રૂ. ૨૧ કરોડથી વધુના ખર્ચે ઉકાઈ-શેરૂલ્લા અને માંડવી-ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને સ્થાનિક ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને વિકાસની ભેટ આપી હતી.

આ પ્રસંગે મંત્રી હળપતિએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પ્રજાકલ્યાણની ભાવના સાથે કામ કર્યું છે. વધુમાં મંત્રી હળપતિએ ઉમેર્યુ કે, પ્રજાને વધુમાં વધુ બહેતર સુવિધા પ્રદાન કરવાના ઉમદા આશય સાથે સરકારે તમામ ક્ષેત્રના વિકાસ પર વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે તાપી જિલ્લાના આદિવાસી બાંધવોને વિકાસની મુખ્યધારા સાથે જોડવા માટે અને તેમના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિભાગ માટે રૂ. ૪૩૭૪ કરોડનું વિશેષ બજેટ તૈયાર કર્યું છે. રાજ્ય સરકાર હરંહમેશ આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના નિર્ણયો લીધા છે.

નોંધનીય છે કે, અંદાજિત રૂ. ૨૧૪૯.૦૧ લાખના ખર્ચે માંડવી-શેરૂલા રોડના માર્ગના નવીનીકરણ સહિત બોરદા-સાતકાશી-શેરૂલ્લા રોડ ઉપર આવતા ૬ માઈનોર બ્રીજનું બાંધકામ, તેમજ સોનગઢ ઉકાઈ શેરૂલ્લા રોડ પર આવતા ૧ માઈનોર બ્રીજનું બાંધકામ અને આ બંને રસ્તા ઉપર આવતા કુલ ૭ નબળા તથા સાંકળા પુલોને પહોળા કરવાનું તેમજ નવા માઈનોર બ્રીજનું બાંધકામ થનાર છે.

માંડવી શેરૂલા રોડ માંડવી તાલુકા અને સોનગઢ તાલુકાને જોડતો ખુબજ અગત્યનો રસ્તો છે. કુલ ૧૪.૫૦ કિમી લંબાઈ ધરાવતા આ માર્ગ ઉપર આવતા ખેરવાડા, બુટવાડા, જુનાઈ, નિંદવાડા, સરજામલી, લીંબી, નાની પીપલ તથા શેરૂલ્લા ગામની અંદાજિત ૧૪,૮૯૪ નાગરિકોને પ્રત્યક્ષ રીતે તેમજ સોનગઢ અને માંડવી તાલુકાની વસ્તીને પરોક્ષ રીતે મોટો લાભ થશે. વધુમાં ઉકાઈ ડેમ ઉપર આવતા સહેલાણીઓ માટે ખૂબ લાભ થશે.

આજરોજ મંત્રી  હળપતિના હસ્તે થયેલા ખાતમૂહુર્ત દરમિયાન તાપી જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ, સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement