
તાપી જિલ્લા ના જિલ્લા કક્ષા નો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫ માં શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય ઊંચા માળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી.


તાપી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આ વર્ષે સોનગઢ તાલુકાના મોડેલ સ્કૂલ ડોસવાડામાં યોજાયો હતો જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા માંથી શ્રેષ્ઠ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રદર્શિત થઈ હતી જેમાં વિભાગ એક માં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં ગ્રામ સેવા સમાજ સંચાલિત શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય ઉંચા માળાની કૃતિ ફુડ મોનીટરીંગ સિસ્ટમ રજુ કરવામાં આવી હતી જેની આ વિભાગમાં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી છે જે આગળ ઝોન કક્ષાએ ભાગ લેશે આ કૃતિની પસંદગી થતા શાળાના આચાર્ય બકુલ ભાઈ ચૌધરી અને શાળાના શિક્ષક મિત્રોએ ભાગ લેનાર ધોરણ નવ ની બાળવૈજ્ઞાનિક પટેલ હીર દિનેશભાઈ તથા ચૌધરી નિષ્ઠા રાજેશભાઈ ને તથા માર્ગદર્શક શિક્ષક ઉદયભાઇ રાણા ને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ઝોન કક્ષાના પ્રદર્શન માટે ની પસંદગી પામીને રાજ્ય સ્તર સુધી પહોંચીને શાળાનો ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવી હતી.
