
ભાવિક શાહ (સુરત બ્યુરો )


આરટીઆઈ ની આડમાં ખંડણી ઉઘરાવતા આર.ટી.આઈ કર્તા અને બોગસ પત્રકાર પર પાસા હેઠળ કાર્યવાહી :અનુપમસિંહ ગેહલોત
સુરત શહેરમાં વિવિધ સરકારી સંસ્થાઓમાં અડો જમાવી બેસેલા આરટીઆઈ કરતાં અને બોગસ પત્રકારો પર સરકારે કાર્યવાહી કરવામાં આદેશ બાદ સુરતમાં 57 થી વધુ ગુનાઓ દાખલ થયા અને જેનો પરઘો રાજ્યના વિધાનસભા અને અન્ય સરકારી કચેરી જોવા મળ્યો સાથે સાથે રાજ્ય સરકારના આર.ટી.આઈ કરતા ની સાથે સંબંધ ધરાવતા સરકારી બાબો પર હવે એન્ટી કરેક્શન બ્યુરો પણ એક્શન લેશે તેવા સંકેતો મળ્યા ઘણા આરટીઆઈ કરતાં સરકારી કચેરીથી દૂર થયા
રાજ્યમાં આરટીઆઇ ની આડમાં ખંડણી ઉઘરાવતા આર.ટી.આઈ કર્તા કાર્યવાહી કરવાનો લેખિત પત્ર સુરતના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણા પોલીસ સંકલન મિટિંગમાં આપ્યા બાદ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સરકારી કચેરી અને મહાનગરપાલિકામાં આર.ટી.આઈ કરીને બોગસ પત્રકારો ખંડણી ઉઘરાવતા ઓના લિસ્ટ માંગવી ને ગુનો દાખલ કરતા જ રાજ્યભરમાં સુરત પોલીસની કાર્યવાહી ના પડઘા પડ્યા હતા આજે જોત જોત 57 વધુ ગુનાઓ બોગસ આર.ટી.આઈ કરતાં વિરોધમાં નોંધવા પામ્યા છે જેની અસર રાજ્ય સરકારની વિવિધ સરકારી કચેરી અને ખાસ કરીને મહાનગરપાલિકામાં હવે જોવા મળી રહી છે આગામી દિવસમાં આર.ટી.આઈ કરતા અને બોગસ પત્રકાર પર વધુ ગુનાદ દાખલ થશે એવા સંકેતો મળી રહ્યા છે અને તેની સાથે બેથી વધુ ગુના નોંધાશે તેના પર પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની વિવિધ જેલમાં મોકલવામાં આવશે એવા સંકેત પોલીસ વિભાગ દ્વારા મળી રહ્યા છે
રાજ્યભરમાં આરટીઆઇ કાર્યકર્તાના નામ પર રાજ્ય સરકારની વિવિધ કચેરી અને ખાસ કરીને મહાનગરપાલિકા નગરપાલિકામાં બોગસ પત્રકારોએ આતંક મચાવ્યો હતો અને આઇટીઆઇનો કાયદો લોકોના હિતની જગ્યા પર આરટીઆઈ કરતાં બોગસ લોકોના સ્વાર્થ માટે થઈ રહ્યો છે આ સંદર્ભે સુરતના કાયદો વ્યવસ્થાની સંકલન બેઠકમાં સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ને 18 જણના આરટીઆઈ કરતાં લોકોના નામ સાથેની એક યાદી સાથેનો પત્ર આપ્યો હતો અને પોલીસ કમિશનર આ પત્રોને અત્યંત ગંભીરતાથી સમજીને તાત્કાલિક તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નાયબ પોલીસ કમિશનર રાજદીપ નકુમને સોંપી હતી તેમને તમામ રાજ્ય સરકારની સુરત ખાતે કચેરીમાં અધિકારીઓને બોલાવી બોલાવીને આર.ટી.આઈ કરતાં વિરુદ્ધ આખું લિસ્ટ તૈયાર કર્યું હતું અને જેટલી સૌથી વધારે આરટીઆઇ કરી છે કયા હેતુથી કરી છે અને એ લોકોએ શું શું કર્યું છે એની સંપૂર્ણ માહિતી સરકારી અધિકારીઓ પાસે લીધી હતી. જેના લઈને આજે સુરત શહેર પોલીસનું નામ રાજ્યના વિધાનસભામાં પ્રશ્ન તરી ઉત્તરમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મુદ્દા નું ઉઠાવીને જવાબ આપ્યો હતો અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ની વિસ્તુર ચર્ચાઓ કરી હતી અને જેના આધારે આજે રાજ્યભરમાં સુરત મોડલના આધારે રાજ્ય અને વિવિધ કચેરીમાં જે આઈ.ટી.આઈ કરતા નો હેતુ અને કયા કારણથી કરી છે અને એનો આર્થિક લાભ લીધો છે તે સંદર્ભે ફરિયાદો નોંધવાનો આદેશ બાદ રાજ્ય સરકાર પણ એક્શન લેવામાં શરૂ કરી છે સાથે સાથે આ સમગ્ર પ્રકરણમાં હવે લાજ રિશ્વત વિભાગ ના એડિશનલ ડીજીપી પિયુષ પટેલ પર સરકારી કર્મચારી દ્વારા આરટીઆઇ કરતાંને ફાયદો પહોંચાડ્યો છે અને તેમના દ્વારા સરકારી કર્મચારીને આર્થિક લાભ મળ્યો છે તેની પણ તપાસ શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા બની બેઠેલા આર.ટી.આઈ કરતા અને બોગસ પત્રકાર પર સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ બાદ પોલીસ કમિશનર રાજદીપ નકુમ એ રાજ્યસરકારની વિવિધ કચેરીઓમાં પોતાના અધિકારી મોકલીને સમગ્ર માહિતી મેળવી રહ્યા છે અને સૌથી વધારે કરનાર આર.ટી.આઈ કરતાં ની પૂછપરછ સાથે ઘરે દરોડા પાડી રહ્યા છે તેમના ઘરેથી મળેલા દસ્તાવેજી પુરાવા જેવી કે ઘરના નકશા કે અન્ય પુરાવા ના આધારે પણ તપાસ કરવામાં આવી છે સુરત શહેરમાં છેલ્લા 20 દિવસની અંદર આરટીઆઇ કાર્યકર્તા અને બોગસ પત્રકાર પર આશરે 57 થી વધુ ફરિયાદો નોંધવા પામી છે અને જેમાં બેથી વધુ ફરિયાદ નોંધાવી હોય એવા આરટીઆઇ કાર્યકર્તા અને બોગસ પત્રકાર વિરુદ્ધ પાસા હેઠળ શસ્ત્રો નો ઉપયોગ કરી રાજ્યની વિવિધ જેલ ભેગા કરવાનું પોલીસ કમિશનરે તૈયારી કરી દીધી છે સુરત શહેરમાં ધીરે ધીરે આર.ટી.આઈ કરતા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન પડ્યા રહેતા એવા આરટીઆઇ કાર્યકર્તા અને બોગસ પત્રકારો મહાનગરપાલિકાની કચેરી તેમજ અન્ય સરકારી કચેરીમાંથી બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા હવે સંપૂર્ણ ગાયબ થઈ ગયા છે અને કેટલાક લોકો તો સુરત પણ છોડી દીધી છે આવા આરટીઆઈ કરતાં ના વિરોધમાં પોલીસને ઘણી મહત્વના પુરાવો પણ મળ્યા છે એ ઘણીવાર આરટીઆઇ ના નામથી અમુક વિડિયો વાયરલ કરતા હોય છે જેને લઇને લોકોની જિંદગી સાથે પણ ખેડવાર થયો છે એવા ને ભાગવું બોગસ પત્રકાર જે youtube ચેનલ કે અન્ય ચેનલ ચલાવી રહ્યા છે તેની પર પણ હવે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરે કમર કસી દીધી છે આગામી દિવસમાં આવા youtube ચેનલ ચલાવનાર અને અન્ય બોગસ પત્રકારોને વધુ કાર્યવાહી કરવામાં આવે એવા સંકેતો મળી રહ્યા છે
