
- સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ઊંડાણના વિસ્તારમાં આવેલ શ્રી તાપીવન વિદ્યાલય, સરકુઈ મુકામે શાળા ના શિક્ષક અને અન્ય કર્મચારીઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું.જેનો લાભ શાળામાં અભ્યાસ કરતાં સૌ આદિવાસી સમાજના વિદ્યાર્થી ભાઇઓ બહેનોને થયો હતો. શ્રાદ્ધ પક્ષ નિમિત્તે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો શ્રાદ્ધપક્ષના પખવાડિયા દરમ્યાન પોતાનાં સ્વર્ગસ્થ સ્વજનો માટે કાગવાસ,શ્રાદ્ધ નથી પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે,શ્રી તપીવન વિદ્યાલય ના સીનીયર શિક્ષક શ્રી અશોકકુમાર સોલંકી સર ના જણાવ્યા અનુસાર અમારે શાળાએ સમયસર આવવાનું હોય તિથિ પ્રમાણે અમારાથી શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ,બ્રહ્મ ભોજન વગેરે ધાર્મિક ક્રિયા ન થતી હોય,આ વર્ષથી અમે શાળાના ગરીબ વિદ્યાર્થીઓને એક દિવસ ભાવતું ભોજન,દાળ,ભાત,શાક,પુરી,ખમણ, સલાડ અને લડવા કરાવીને ધન્યતા અનુભવી રહ્યા છે.
