
બારડોલી..


બારડોલી તાલુકાના ચાણક્યપુરી મુકામે આવેલી શિવમ સાંઇરામ સોસાયટી ના એક મકાનમાં મધ રાતે ટક્કર પેઢો પડતા ₹1,25,000 ની મત્તા ચોરી કરી તસ્કર ભાગી છૂટીયો હતો.
શિવમ સાંઇરામ સોસાયટીમાં રહેતા અને બારડોલી તાલુકાના ઉમરાખ ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી મહિલા ગત રાત્રીએ પોતાની બે નાની પુત્રી અને માતા સાથે ઘર માં સુતા હતા નોકરી અર્થે મહિલાનો પતિ વડોદરા મુકામે રહેતો હતો રાત્રી ના એક વાગ્યા ના સમય ગાળા માં બાજુના મકાન માંથી તેમના ઘરના પહેલા માળે પ્રવેશેલા તસ્કરે કબાટમાંથી સોનાના વિવિધ દાગીનાઓ, ચાંદીના સિકકાઓ તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 1 લાખ 25 હજાર ની ચોરી કરી ભાગી છૂટીયો હતો ચોર ની અવર જ્વર સી સી ટીવી માં કેદ થવા પામી હતી મોડી સાંજે મહિલા એ બારડોલી પોલીસ મથકે અરજી આપી હતી….
